જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, છોટાઉદેપુરની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સંખેડા તાલુકા ઘટક સંઘના હોદ્દેદારોની ચૂંટણીમાં સંખેડા ટીમના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, છોટાઉદેપુર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે અન્ય કોઈ હરીફ ઉમેદવાર ન રહેતા તમામ ૧૧ હોદ્દાઓ પર સંખેડા ટીમના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
બિનહરીફ વિજેતા જાહેર થયેલા હોદ્દેદારો: પ્રમુખ: અમીતકુમાર મહેશભાઈ ત્રિવેદી, સિનિયર ઉપપ્રમુખ: પટેલ જયમીનકુમાર નરેન્દ્રભાઈ, ઉપપ્રમુખ: મહેતા પિયુષકુમાર બાલુભાઈ, કાર્યાધ્યક્ષ: પટેલ નવનીતભાઈ બકોરભાઈ, મંત્રી: પટેલ મિલનકુમાર જયેન્દ્રભાઈ, સહમંત્રી-૧: પટેલ સ્વાતિબેન આર., સહમંત્રી-૨: પંચાલ કેતુલકુમાર હસમુભાઈ, ખજાનચી: શર્મા પંકજકુમાર વિષ્ણુભાઈ, ઓડિટર: સોલંકી અશ્ર્વિનકુમાર બમાભાઈ, પ્રચારમંત્રી: બારોટ જીતેન્દ્રકુમાર ડાહ્યાલાલ, સંગઠનમંત્રી: પટેલ હરેશકુમાર કાંતિભાઈ.