૧૯ ઓક્ટોબર ૨૦૨૬ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૭ સુધી ખરેડી વડલી ચોકડીથી ગલાલીયાવાડ માર્ગ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ.
દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાલીમડી-પેથાપુર-ચાકલીયા-ખરોદા-રાણાપુર-દાહોદ રોડ સુવિધાપથ યોજના હેઠળ સી.સી. રોડના નવીનીકરણ તથા બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જાહેર સલામતી અને ટ્રાફિક નિયમન સુચા પે જળવાઈ રહે તે હેતુથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પી.એસ. બારૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે ભારે વાહનો માટે ટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તારીખ અને અસરગ્રસ્ત માર્ગ : આ જાહેરનામા મુજબ તા. ૧૯/૧૦/૨૦૨૬ થી તા. ૧૮/૦૧/૨૦૨૭ દરમિયાન ખરેડી વડલી ચોકડીથી ગલાલીયાવાડ વચ્ચેના માર્ગ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવર-જવર પર પૂર્ણ પ્રતિબંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન) : અવર-જવર કરતા તમામ ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે ભાઠીવાડા થી રાજપુર થઈ દાહોદ ગોદીરોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
મુક્તિ/અપવાદ : આ હુકમ નીચે દર્શાવેલી જરી અને ઇમરજન્સી સેવાઓને લાગુ પડશે નહીં:
પોલીસ તથા સુરક્ષા દળના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આપાતકાલીન સેવા સાથે સંકળાયેલા વાહનો. સગર્ભા મહિલાઓ અથવા ગંભીર દર્દીઓને લઈ જતા વાહનો. સરકારી ફરજ પરના અધિકારીઓ તથા સરકારી સેવાકીય કામગીરી કરતાવાહનો.
ઉલ્લંઘન બદલ કાર્યવાહી : આ હુકમનો ભંગ કરનાર કે અનાદર કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે..