
અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતા જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા.
દાહોદ મામલતદાર કચેરી ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિક્ષક એ દાહોદ મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પોલીસ અધિક્ષક દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો.
જેમાં અરજદારોએ ગ્રામસભા વિભાજનના પ્રશ્નો,ગામડામાં આવવા જવા માટે રસ્તાના પ્રશ્નો,નગરપાલિકા વિસ્તારમાં સફાઇની સમસ્યાના પ્રશ્નો, રસ્તાના સમારકામ,સહિતના અન્ય પ્રશ્નો સાથે અરજદારો રજૂઆત હતી. જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરી સૂચનો આપ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમનો આભાર માન્યો હતો.
સાથે ગામજનો જોડે ગામના વિકાસમાં સહભાગી થવા માટે જણાવાયું હતું. સાથે ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ,ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા,પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.વરૂ તાલુકા વિકાસ અધિકારી રાઠવા, સહિત તાલુકા સંકલનના અધિકારી ઓ,કર્મચારી ઓ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..