હાલોલ તાલુકાની સગીરાના અપહણ અને દુષ્કૃત્યના ગુનામાં આરોપીને બે વર્ષની સજા ફટકાતી કોર્ટ

હાલોલ તાલુકાનાએકગામની સગીરા પર આરોપીએ ભગાડી લઈ જઈ દુષ્કૃત્ય કરનાર આરોપી વિરૂદ્ધ પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપી વિરૂદ્ધ તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેશ સ્પે. જજ તથા એડી. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીએ બે વર્ષની સજા અને રૂ.૫,૦૦૦/-નો દંડ કરવામાં આવ્યો.

હાલોલ તાલુકાના એક ગામની સગીરાને આરોપી સમીર સલીમ શેખ (રહે. માલછીયા, પોખરીયા પોસ્ટ નારકીયાગંજ પશ્ર્ચિમ, ચં૫ારણ, બિહાર) તા.૦૧/૦૪/૨૦૨૫ના રોજ પટાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો અને દુષ્કૃત્ય આચર્યું હતું. આ ગુનાની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવા પામી હતી. હાલોલ પોલીસે કોર્ટમાંં ચાર્જશીટ રજુ કરતા પંચમહાલ જીલ્લા સ્પે. જજ તથા એડી. સેશન્સ જજ વી.એન.મપારાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ એસ.આર. શેઠ નાએ વિગતવાર તપાસ અધિકારીઓની જુબાની તેમજ દલીલો રજુ કરી હતી. કોર્ટે આરોપી સમીર સલીમ શેખને બે વર્ષની સખત કેદની સજા અને રૂ.૫,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો.