સાઉદી અરેબિયાના એરપોર્ટ પર મોટો હુમલો, એકનું મોત, આઠ ઘાયલ; અમેરિકાએ આદેશ જારી કર્યો

સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ ગુરુવારે વહેલી સવારે જણાવ્યું હતું કે બહેરીન અને કતાર નજીક પર્સિયન ગલ્ફની સરહદે આવેલા પૂર્વીય સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયેલા હુમલામાં એક સાઉદી નિવાસીનું મોત થયું હતું. સત્તાવાળાએ એમ પણ કહ્યું હતું કે બુધવારે મોડી રાત્રે થયેલા હુમલામાં આઠ લોકો ઘાયલ થયા હતા અને એરપોર્ટને થોડું ભૌતિક નુકસાન થયું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ સેવાએ ટીવટર પર અહેવાલ આપ્યો હતો કે એરપોર્ટ તરફ જતી ફ્લાઇટ્‌સ ડાયવર્ટ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું નથી કે હુમલો કોણે કર્યો છે કે અન્ય કોઈ વિગતો આપી નથી. સાઉદી અરેબિયાના મુખ્ય એરપોર્ટને નિશાન બનાવતા હુથી મિસાઇલ અને પ્રોજેકટિકલ હુમલાઓમાં કિંગ ફહદ એરપોર્ટ અગાઉ પણ ત્રાટક્્યું છે.

ઈરાન સમર્થિત હુથીઓએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સાઉદી ગઠબંધને કહ્યું કે તેણે પૂર્વીય ક્ષેત્રમાં ચાર ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. બુધવારે મોડી રાત્રે કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં એક સાઉદી નાગરિકનું મોત થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. એરપોર્ટને પણ નુકસાન થયું હતું અને કેટલીક ફ્લાઇટ્‌સનો માર્ગ બદલાયો હતો.બુધવારે મોડી રાત્રે, અમેરિકાએ કેટલાક રાજદ્વારીઓ અને અમેરિકન સરકારી કર્મચારીઓના પરિવારોને સાઉદી અરેબિયા છોડવાનો આદેશ આપ્યો. આ પગલું યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા દેશમાં શ્રેણીબદ્ધ ઘાતક હુમલાઓ અને સંઘર્ષ વધુ વધવાની આશંકાને પગલે લેવામાં આવ્યું છે.

સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે દેશના દક્ષિણપૂર્વમાં અરામકો સંચાલિત તેલ ક્ષેત્રમાં ગોળીબાર કરાયેલા ડ્રોનના કાટમાળથી બે લોકો માર્યા ગયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બે લોકો નેપાળ અને ફિલિપાઇન્સના નાગરિકો હતા, જ્યારે ઘાયલોમાં પાકિસ્તાન અને ભારતના નાગરિકોનો સમાવેશ થાય છે.

ગયા મહિને, હુથી બળવાખોરો દ્વારા તોડી પાડવામાં આવેલા ડ્રોનના કાટમાળથી સાઉદી અરેબિયામાં રહેતા એક યમનના રહેવાસીનું મૃત્યુ થયું હતું. હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના જહાજા અને તેલ સુવિધાઓને નિશાન બનાવતા હુમલાઓ તીવ્ર બનાવ્યા પછી આ પ્રથમ નાગરિક મૃત્યુ હતું.

ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં, સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં સ્થિત વિશ્વની સૌથી મોટી તેલ સુવિધાઓમાંની એક, અરામકો ખાતે એક વહીવટી ઇમારતમાં હુમલા દરમિયાન આગ લાગી હતી.