અમદાવાદમાં ૨૫.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયુંઃ એમડી અને હેરોઈન સાથે ૩ આરોપી પકડાયા

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર સીટીએમ ટોલનાકા નજીક રામોલ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે ૨૫.૫ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ અને હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાજ્ય વેચાણ પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તે દરમિયાન તેમની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજિયા, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનો જથ્થો મંગાવી તેનું આંતરરાજ્ય વેચાણ કરતી ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે, આ ગેંગના આરોપીઓ અગાઉ ગુજરાતમાં આવ્યા ન હોવાથી તેમને પકડવામાં સફળતા મળી નહોતી.નકશા જુઓ

ગત તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેરને બાતમી મળી હતી કે આ ગેંગના ત્રણ શખ્સો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ શહેરમાં આવવાના છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. પરમાર અને તેમની ટીમે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરના સંકલન હેઠળ બંને શહેરોની ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી.

આ દરમિયાન તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે અમદાવાદ શહેરના બરોડા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલટેક્સ નજીકથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી આશરે ૨.૫ કિલો મેફેડ્રોન અને ૪.૫ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, જપ્ત કરાયેલા ડ્રગ્સની બજારકિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ઝ્ર્‌સ્ ટોલનાકા નજીક વાહનોની અવરજવર વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા.પોલીસે જપ્ત કરેલા જથ્થામાં મેફેડ્રોન અને હેરોઈનનો સમાવેશ થાય છે. બંને પ્રકારના નશીલા પદાર્થોની બજારકિંમતને ધ્યાનમાં લેતાં કુલ કિંમત અંદાજે ૨૫.૫ કરોડ હોવાનું જણાવાયું છે. જાકે, ડ્રગ્સ ક્્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનું હતું, તે અંગેની વધુ વિગતો તપાસમાં સામે આવી શકે છે.

પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર ૪૪, નવી દિલ્હી), મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર ૩૮, મેરઠ) અને કફીલ અહેમદ (ઉંમર ૫૯, નવી દિલ્હી)નો સમાવેશ થાય છે.પોલીસની વિગતો મુજબ, તિફેલ નોખેજ સામે અગાઉ હેરોઈનની દાણચોરી અને ડ્રગ્સના જથ્થાને સુરક્ષિત રીતે આગળ લઈ જવા માટે પાયલોટિંગ કરવા સંબંધિત કેસ નોંધાયેલા છે. વર્ષ ૨૦૧૪માં અમૃતસર ખાતે ૧૦૦ ગ્રામ હેરોઈન અને વર્ષ ૨૦૧૯માં ૩૦૦ કિલો હેરોઈનના કેસમાં તેનું નામ સામે આવ્યું હોવાનું જણાવાયું છે.બીજા આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી સામે છેડતી, માનવ તસ્કરી સાથે જાડાયેલી કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓનો ઇતિહાસ હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.ત્રીજા આરોપી કફીલ અહેમદનો પણ અગાઉના નશીલા પદાર્થોના કેસો સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે. તેની સામે જયપુરમાં ૧૮.૫ કિલો ચરસ, અમદાવાદમાં ૧૦૦ ગ્રામ સ્ડ્ઢ અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન ૩ કિલો એલ્પ્રાઝોલમ સાથે ઝડપાવા સંબંધિત ગુનાહિત ઇતિહાસ હોવાની વિગતો આપવામાં આવી છે.હેરોઈન અને એમડી જેવા નશીલા પદાર્થોનો આટલો મોટો જથ્થો ઝડપાવાથી ડ્રગ્સની હેરાફેરી સામેની કામગીરીનું મહ¥વ વધ્યું છે. હવે તપાસમાં આ જથ્થાનો સપ્લાયર કોણ છે, ડ્રગ્સ ક્્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જાડાયેલા છે તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.પોલીસે પકડેલા આરોપીઓમાં કફીલ અહેમદ ઉર્ફે જાવેદ અનસારી (ઉંમર ૫૯ વર્ષ), તફીલ નૌખેઝ (ઉંમર ૪૪ વર્ષ) અને મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા (ઉંમર ૪૨ વર્ષ)નો સમાવેશ થાય છે. આરોપીઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ૪ કિલો ૫૩૧ ગ્રામ ૨૨૦ મિલિગ્રામ હેરોઇન, જેની કિંમત ૨૨,૬૫,૬૧,૦૦૦ છે, તેમજ ૨ કિલો ૪૯૭ ગ્રામ ૮૭૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત ૨,૯૯,૭૪,૪૪૦ છે, જપ્ત કર્યું છે. આ ઉપરાંત છ મોબાઇલ ફોન, ૮૩,૯૦૦ રોકડા અને ૫ લાખની મહિન્દ્રા કાર સહિત અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે.