
સરકારી તેમજ ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા કલેક્ટરએ આપ્યા આદેશ.
અરજદારોની વિવિધ રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા વહીવટી તંત્રને સૂચન.
જીલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને ’જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. નાગરિકોની રજૂઆતોનું અસરકારક નિરાકરણ લાવી પારદર્શક, સંવેદનશીલ અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારી તથા ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવા, બસ સ્ટેન્ડ અને નવા એસ.ટી. ટની ફાળવણી, જન્મ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ સુવિધા શ કરવા જેવા વિવિધ પ્રશ્નો સાથે ૧૬ જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા કલેક્ટરએ તમામ અરજદારોને બ સાંભળીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને પ્રજાના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. ખાસ કરીને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો ત્વરિત દૂર કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર જે. એમ. રાવલ તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.