
ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે ભારતમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનો દેશને અસ્થિર કરવાના ષડયંત્રનો ભાગ છે. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, દુબેએ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના અમેરિકન ધારાસભ્યો ઇલ્હાન ઓમર અને રો ખન્ના સાથેના કથિત સંબંધો પર સવાલ ઉઠાવ્યા. તેમણે વિદેશી ભંડોળ, ક્રિપ્ટોકરન્સી અને ઓનલાઈન જુગાર અંગે ચિંતા વ્યક્ત કરી.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પત્રકાર પરિષદમાં કહ્યું, “છેલ્લા ૧૦-૧૫ દિવસથી એવું લાગતું હતું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ અભાવ છે. વિપક્ષી નેતા લંચ કે ડિનર માટે બહાર જતા, પછી ક્યાં જઈને ધરણા કરતા. એવું જાવા મળ્યું કે જે લોકોમાંથી કેટલાકે તેમના આખા જીવનમાં ક્યારેય ત્રિરંગો ફરકાવ્યો નથી, તેઓ આ સ્થળોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચી રહ્યા હતા. જે રીતે ત્રિરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમને તેના સન્માન કે ગરિમા પ્રત્યે કોઈ માન નથી.”
ભાજપના સાંસદે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ૨૭૦ વખત વિદેશ પ્રવાસ કરી ચુક્યા છે. હવે, લોકો અને યુવાનોને ઉશ્કેર્યા પછી, રાહુલ ગાંધી વિયેતનામ ગયા છે. તેઓ વિયેતનામ અને વિદેશ શા માટે પ્રવાસ કરે છે, અને ત્યાં તેઓ કોને મળે છે? અમેરિકામાં, તેઓ વારંવાર ઇલ્હાન ઓમર અને રો ખન્ના સાથે મુલાકાત કરતા હતા. ઇલ્હાન ઓમર એક જનપ્રતિનિધિ છે જેમણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે. હવે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઇલ્હાન ઓમરના પરિવારના પરિસર પર દરોડા પાડી રહ્યું છે. રાહુલ ગાંધીને મારો પ્રશ્ન છેઃ તેઓ કોના ઇશારે ઇલ્હાન ઓમર સાથે મળ્યા હતા?
તેમણે આગળ કહ્યું, “મારો સીધો આરોપ છે કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેઓ નેવિલ રોય સિંઘમ, ઇલ્હાન ઓમર, રો ખન્ના અને સોરોસ ફાઉન્ડેશનના સિન્ડિકેટ સાથે જાડાણ કરે છે. યુએસ કોંગ્રેસના આ અહેવાલોના આધારે, એવું લાગે છે કે તેમને ક્રિપ્ટોકરન્સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓનલાઈન જુગાર લોબી દ્વારા ‘ખરીદવામાં’ આવ્યા છે.” તેમના ઇશારા અને ઉશ્કેરણી પર, તેઓ અને અનેક વિપક્ષી પક્ષો યુવાનોને સત્તા પરિવર્તનની માંગણી માટે એકત્ર કરે છે. તેઓ નહેરુના સમયમાં થયેલા ભાગલાની જેમ ફરી એકવાર ભારતનું વિભાજન કરવા માંગે છે. તેમનો ધ્યેય દેશને વિભાજીત કરવાનો અને નેપાળ, શ્રીલંકા અથવા પાકિસ્તાન જેવી ભયાનક પરિસ્થિતિ ઊભી કરવાનો છે.
તેઓ આગળ કહે છે, “પરંતુ તેમનો ધ્યેય ક્યારેય સફળ થશે નહીં, કારણ કે દુનિયા હવે જાગૃત થઈ ગઈ છે. આ અહેવાલો દર્શાવે છે કે રાહુલ ગાંધીના આ દેશદ્રોહીઓ સાથે વ્યક્તિગત સંબંધો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધી આ પ્રદેશોના કયા લોકોને મળ્યા છે? આમાંથી કયા લોકો તેમની ‘ભારત જાડો યાત્રા’ અથવા અન્ય સમાન યાત્રાઓમાં જાડાયા છે? વધુમાં, જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેઓ ત્યાં કોને મળે છે, અને દેશને અÂસ્થર કરવા માટે તેઓ કેવા પ્રકારની યોજનાઓ બનાવે છે?”તેમણે વધુમાં કહ્યું, “લોકસભામાં વિપક્ષના નેતા એક એવી વ્યÂક્ત છે જેમને કોઈપણ સંસ્થા કે બંધારણમાં વિશ્વાસ નથી. પરંતુ ભાજપ હંમેશા બધી સંસ્થાઓનું સન્માન કરે છે. રાહુલ ગાંધીનું સાચું નામ ‘રાઉલ વિન્સી’ છે તે અંગે અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.”