
કોંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું પેજ લોન્ચ કર્યું. પોતાની પહેલી પોસ્ટમાં, તેમણે તેમના આગામી પુસ્તક “બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ” ની ઝલક શેર કરી, જે ૧૦ નવેમ્બરના રોજ પ્રકાશિત થશે. સોનિયા ગાંધીની પહેલી પોસ્ટ ગુરુવારે સવારે ૯ વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.
બપોરે ૧ વાગ્યા સુધીમાં, તેને ૮૦,૯૦૦ લોકોએ લાઈક કરી હતી, અને તેમના ૨૨,૬૦૦ ફોલોઅર્સ છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોનિયા ગાંધીનો આ પહેલો જાહેર દેખાવ છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના લોન્ચ સાથે, ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે પાર્ટીના સત્તાવાર પેજ સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ ફોલો કર્યા.
તેમની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમણે પુસ્તકની પહેલી ઝલક શેર કરી, કહ્યું કે તે આ ખાસ ક્ષણને બધા સાથે શેર કરવા બદલ આભારી છે. તેણીએ કહ્યું, “બધાને નમસ્તે. ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’ ની પહેલી ઝલક આપ સૌ સાથે શેર કરવા બદલ હું ખરેખર આભારી છું.” પુસ્તકની થીમનો ઉલ્લેખ કરતા, સોનિયા ગાંધીએ કહ્યું કે તે “પ્રેમ, ફરજ અને પોતાનું સ્થાન શોધવાની” વાર્તા છે.
તેણીએ કહ્યું કે તે વાચકો સાથે પોતાનું પુસ્તક શેર કરવા આતુર છે.ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખનું પુસ્તક તેમના અંગત અનુભવો, સંબંધો અને જીવન યાત્રાના વિવિધ પાસાઓની ઝલક પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ઘણા કોંગ્રેસ નેતાઓએ સોનિયા ગાંધીના સોશિયલ મીડિયા ડેબ્યૂનું સ્વાગત કર્યું અને તેમના પુસ્તકનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે સમગ્ર વિશ્વ સોનિયા ગાંધીના પુસ્તકના પ્રકાશનની આતુરતાથી રાહ જાઈ રહ્યું છે. આ પુસ્તક ૧૦ નવેમ્બરથી વાચકો માટે ઉપલબ્ધ થશે.