
સંખેડા તાલુકાના સોનગીર ગામે આવેલા પ્રખ્યાત રણછોડજી મંદિરે ભાદરવી પૂનમ નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. સોનગીરને નાના ડાકોર તરીકે ઓળખવામાં આવે છે. પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંખેડા, છોટાઉદેપુર, ડભોઈ, વડોદરા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રણછોડજીના દર્શન કરવા આવ્યા હતા.
એવી માન્યતા છે કે, સોનગીર રણછોડજીના દર્શન કરવાથી દરેક ભક્તની મનોકામના પૂરી થાય છે. મેળામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભજન-કીર્તન અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મેળાને લઈને મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.