
છોટાઉદેપુર નગર પાલિકા વોર્ડ નં ૪ ની ખાલી પડેલી અનુસૂચિત આદિજાતિ બેઠક માટે તા ૧૧-૧૦-૨૦૨૬ ના રોજ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંગે આજરોજ વોર્ડ નં ૪ ના રહેવાસી રજનીબેન જયદીપભાઈ રાઠવાને ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે.
નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને અનુ. આદિજાતિ બેઠક પરથી ગઈ ટર્મમાં ચૂંટાયેલા મંજુલાબેન કિશનભાઇ કોલીનો જાતિનો દાખલો જીલ્લા કલેક્ટર એ રદ કરતા તેઓનું પ્રમુખપદ અને સભ્યપદ છીનવાઈ ગયુ હતુ. જે અંગેની આ વોર્ડ નં ૪ ની અનુસૂચિત આદિજાતિ બેઠક ખાલી પડતા તેની ચૂંટણી તા ૧૧ ઓક્ટોબર ના રોજ જાહેર થઈ છે.
જે અંગેની ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શ થઈ છે. જે અંતર્ગત આજરોજ ભાજપ માંથી રજનીબેન જયદીપભાઈ રાઠવાએ જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો ની ઉપસ્થિતિ માં ઉમેદવારી પત્ર ભર્યું હતું.
છોટાઉદેપુરના રાજકારણમાં અને હાલ પાલિકામાં સત્તાની ખેંચતાણ માટે કાવાદાવા ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર વિષય નગરમાં ચર્ચાસ્પદ બન્યો છે. હવે જોવાનું રહ્યું કે ભાજપની સામે કયા ઉમેદવાર, પક્ષ માંથી કે અપક્ષ ઉમેદવારી નોંધાવે છે ? હાલમાં તો જુદા પડેલા બે જૂથ ને સમજાવવાની પ્રક્રિયા ચાલે છે.