
બોડેલી શહેરમાં ફૂડ વિભાગે ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કર્યું. આ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ભેળસેળની શક્યતા અને સ્વચ્છતાના ધોરણો તપાસવામાં આવ્યા.
ફૂડ વિભાગની ટીમે કેટલાક ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા, જેને તપાસ માટે મોકલવામાં આવશે. દુકાનદારો અને ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ અપાઈ. આ ચેકિંગ બાદ ખાદ્ય વ્યવસાયકારોમાં સાવચેતી જોવા મળી હતી.