
એનિમલ રેસ્ક્યુ ટીમે બચાવી, વન વિભાગે સારવાર બાદ સુરક્ષિત રીતે જંગલમાં છોડી.
સંખેડા તાલુકાના બહાદુરપુરના સ્ટેશન ફળિયામાં શ્ર્વાનોના ટોળાએ એક સાહુડી પર હુમલો કર્યો હતો. સ્થાનિક અશ્ર્વિનભાઈ બારિયાએ એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતને આ અંગે જાણ કરી હતી.
જાણ થતા જ વોલેન્ટિયર્સ સંજયભાઈ અને હેમંતભાઈ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે સાહુડીને શ્ર્વાનોના હુમલાથી બચાવી લીધી હતી.
સાહુડીને પ્રાથમિક સારવાર અપાયા બાદ વન વિભાગના કુલદીપભાઈને જાણ કરાઈ. છઋઘ રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ સાહુડીને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણમાં છોડી દેવાઈ.
સચિન પંડિતે જણાવ્યું કે, સાહુડી કાંટા ફેંકતી નથી તે માત્ર એક ભ્રમ છે. તે નિશાચર અને શાકાહારી પ્રાણી છે, જે પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે.