સુરતમાં વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષાના તણાવથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધો. ૧૨ સાયન્સના ૧૭ વર્ષીય વિદ્યાર્થી શ્રીકાંતનું મોત થયું હતું. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતમાં રહે છે. ડીંડોલીના ઉમિયા નગરમાં રહેતા પરિવારે પુત્ર ગુમાવ્યો છે.
ઉધનામાં બચકાનીવાલા વિદ્યામંદિરમાં યુવક અભ્યાસ કરતો હતો. યુવકે રસોડામાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શ કરી છે. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ડીંડોલી પોલીસે ઘટના અંગે વધુ તપાસ શ કરી છે.
સુરત જિલ્લાના બારડોલીના તાલુકામાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક કરુણ ઘટના બની છે. ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ખુશી પાટીલ નામની વિદ્યાર્થીનીએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. કેમિસ્ટ્રી વિષયનું પેપર ખરાબ જતાં હતાશા અને તણાવમાં આવીને ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બારડોલીના બાબેન ગામમાં બની છે, જેના કારણે પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગતરોજ કેમેસ્ટ્રીનું પેપર હતું, બીજીવાર પરીક્ષા આપી હતી
ખુશી પાટીલે કેમિસ્ટ્રીનું પેપર આપ્યા બાદૃ તેને પેપર નબળું ગયું હોવાનું લાગ્યું હતું, જેના કારણે તે ખૂબ જ હતાશ અને િંચતિત થઈ ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદૃ તેણે અંતિમ પગલું ભરી લીધું. પરિવારજનોને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓ ઝડપથી તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દૃીધી હતી.