ડાકોરમાં હોળી-પૂનમના તહેવારની ઉજવણી, રણછોડરાયજીનું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું

હોળી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહૃાો છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના માર્ગો પર ઉમટી રહૃાા છે. શ્રદ્ધાળુઓ સરળતાથી રાજાધિરાજના દર્શન કરી શકે તે માટેની તમામ તૈયારીઓ ટેમ્પલ કમિટી દ્વારા કરી દૃેવામાં આવી છે. ભવ્ય ઉત્સવને લઈ મંદિૃર સજ્જ બન્યું છે. રણછોડરાયજી મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક રોશની અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે.

ડાકોરમાં હોળી પૂનમની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે.જેને લઈ વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉમટે છે. આ ઉજવણી અંતર્ગત હાલ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવ્યું છે. રણછોડરાયજીના દૃર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને જોઈને પ્રફુલ્લિત બની રહૃાા છે.

ફાગણી પૂનમે રાજાધિરાજના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વ‚પે ભાવિકોને દૃર્શન આપે છે. મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે.ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે. ભગવાન સાથે હોળી રમી ભાવિકો ધન્યતા અનુભવે છે.

હોળી પર્વને માણવા અને ડાકોરના ઠાકોર સાથે હોળી ખેલવા ડાકોર જતાં માર્ગો પર ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટ્યો છે. ભાવિકો નાચતા-ગાતા ડાકોર પહોંચશે અને રાજાધિરાજ સાથે હોળી ખેલશે. સમગ્ર ડાકોરની ગલીઓ જય રણછોડના નાદૃથી ગુંજી ઉઠશે. મંદિૃર પરિસરથી લઈ મંદિર જતા તમામ માર્ગો રંગોથી શોભી ઉઠ્યા છે.

વિશાળ સંખ્યામાં દર્શને આવનારા ભક્તોને દર્શનમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા દૃર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાખોની સંખ્યામાં આવનાર પદૃયાત્રીઓની સેવામાં પોલીસ અને વહીવટી તંત્ર ખડે પગે જોવા મળી રહૃાું છે.