પાટણ સાંતલપુર પોલીસ મથકના ચોરીના ગુનાના વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ સ્કવોર્ડ ઝડપ્યો

પંચમહાલ પેરોલ ફલોસ્કવોર્ડ પોલીસ એ પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ મથકના ચોરીના ગુનામાં 15 વર્ષથી વોન્ટેડ આરોપી ભુપતસિંહ બુધાભાઇ ઉર્ફે કલસિંહ નાયકને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.

પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડ પોલીસને બાતમી મળી હતી કે, પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ મથકના ચોરીના ગુનાનો 15 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભુપતસિંહ બુધાભાઇ ઉર્ફે કલસિંહ નાયક (રહે. મલવાણ, તા.કાલોલ)ના આરોપી અંગે ચોકકસ બાતમી મળી હતી કે, ભુપતસિંહ ઉર્ફે કલસિંહ નાયક હાલ તેના ધરે હાજર છે. તેવી બાતમીના આધારે તેના ધરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને સાંતલપુર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.