પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પો નંબર. એચઆર.57.એ.1813માં સંતરા ભરેલી કેરેટોની આડમાંં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને ગોધરા તરફથી વડોદરા તરફ જનાર છે. તેવી બાતમીનાઅ આધારે દેલોલ ચોકડી પાસે નાકાબંધી કરી આઈસરને રોકી હતી અને ટ્રક માંથી રૂા.42,39,120/-નો દારૂ તેમજ ટ્રક અને મોબાઈલ મળી રૂા.53,59,820/-ના મુદ્દામાલ સાથે એક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો.
પંચમહાલ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટ્રક નંબર. એચઆર.57.એ. 1813માં સંતરા ભરેલી કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તેનો ચાલક ગોધરા તરફથી નિકળીને વડોદરા તરફ જનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે વડોદરા હાઈવે રોડ ઉપર દેલોલ ચોકડી પાસે નાકાબંધી કરી હતી અને બાતમીવાળી આઈસર ટ્રકને રોકી હતી અને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીગ દરમિયાન કીગ ફિશર સ્ટ્રોેંગ પ્રીમીયમ બીયર નંગ9984 કિંમત રૂા.17,97,120/-,મેકડોવલ્સ ઓરીજનલ વ્હીસ્કી બોટલો નંગ-7220 કિંમત રૂા.24,42,000/- મળી કુલ રૂા.42,39,120/-નો દારૂનો જથ્થો, સંતરાના કેરેટો નંગ-176 કિંમત 1,10,000/-, મોબાઈલ ફોન, ટ્રક મળી કુલ કિંમત રૂા.53,59,820/-ના મુદ્દામાલ સાથે સોહનલાલ ઉર્ફે સોનુ બુધરામ બિશ્ર્નોઈ (રહે. નરાવતો,ત ા.સાંચોર, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.