પંચમહાલના ગોધરા તાલુકા વિસ્તાર માંથી પસાર થતી મહિસાગર નદીમાં થતાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિથી પર્યાવરણ અને બ્રીજને થતાં નુકશાનને અટકાવવા જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા વિસ્તાર માંથી પસાર થતી મહિસાગર નદી માંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર થઈ રહેલા ખનનને કારણે પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે. ખનિજ ખનનને લઈ બ્રીજ તેમજ વાહનો માટે જોખમી છે. ખનનને લઈ ખેતીની ઉપજાવ જમીનને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે મહિસાગર નદીમાં થતાં ગેરકાયદેસર ખનનને રોકવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા યુથ કોૅગ્રેસ પ્રમુખ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા વિસ્તાર માંથી રાજ્યની મહત્વની અને ઉપયોગી મહિસાગર નદી પસાર થઈ રહી છે. આ મહિસાગર નદી ઉ૫ર પંચમહાલ, ખેડાને જોડતો મુખ્ય બ્રીજ પણ આવેલ છે. ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા મહિસાગર નદીના પટમાં તેમજ બ્રીજની આસપાસ થી પણ ગેરકાયદેસર ખનિજનું ખનન બે રોકટોક કરાઇ રહ્યું છે. જેને લઈ મહિસાગર નદીના પટમાં ખુબ ઉંડા ખાડાઓ જોવા મળે છે. જે ખનિજ ખનનથી પડેલ ખાડાઓ જીવલેણ જણાઈ રહ્યું છે. મહિસાગર નદી માંથી થતાં ખનિજ ખનનને લઈ પર્યાવરણ માટે પણ જોખમી જણાઈ રહ્યા છે. ગેરકાયદેસર રીતે મહિસાગર નદીમાં થતાં ખનિજ ખનનને રોકવામાં સ્થાનિક ખાણ-ખનિજ કે તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર ખનનને રોકવા કે નિયંત્રણ કરવામાં સદ્દંતર નિષ્ફળ જોવા મળી રહ્યા છે અને ખાણ-ખનિજ વિભાગ કે તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ પ્રશ્ર્ને તુરંત સનિષ્ઠ અધિકારીઓની ટીમ મોકલી સ્થળ તપાસ કરવામાં આવે તે જ‚રી છે અને મહિસાગર પર્યાવરણ જનજીવન અને માનવ જાતને નુકશાન અને નદીને ચરકત કરતી ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવામાં આવે જેથી પંચમહાલ અને ખેડા જીલ્લાનો જોડતા મહિસાગર નદી પરનો બ્રીજ, પર્યાવરણ, જનજીવન, માનવ જાત પર થતા વ્રજધાત સમી ગેરકાયદેસર ખનન પ્રવૃતિ ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મંકી જોસેફ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.