ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે ગૌચર નાળા પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ૨૦ વર્ષીય બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

ગોધરા તાલુકાના બોડીદ્રા બુર્ઝગ ગામે સુથાર ફળીયા ગૌચર નાળા પાસે વળાંક ઉપરથી બાઈક નંબર જીજે.૧૭.એકયુ.૦૫૦૪નો ચાલક પસાર થઈ રહ્યો હતો અને પોતાનું બાઈક પુરઝડપે હંકારી રોડ ઉ૫ર સ્લીપ ખવડાવી દેતા ચાલકને માથાના ભાગે તથા ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

ગોધરા તાલુકાના ધોળી ગામે મંદિર ફળીયામાં રહેતા કાર્તિકકુમાર પ્રવિણભાઇ બારીયા ઉ.વ.૨૦ પોતાની બાઈક નંબર જીજે.૧૭.એકયુ.૦૫૦૪ લઈને બોડીદ્રા બુઝર્ગ ગામે ગૌચર નાળા પાસેથી પુરઝડપે પસાર થઈ રહ્યો હતો અને બાઈકને રોડ ઉ૫ર સ્લીપ ખવડાવી દેતાં કાર્તિક બારીયાને માથાના ભાગે તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોૅચતા ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.