ગોધરા તાલુકાના કાંકણપુર ગામે દુકાનદાર પાસે સામાન જલ્દી ના આપતાં આરોપીઓ દ્વારા લાકડીઓ વડે હુમલો કરતાં ફરિયાદ

ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ભોઈવાડામાં ફરિયાદીની દુકાન પર આરોપીઓ સામાન લેવા ગયા હતા અને જલ્દીથી સામાન આપી દે અમારે ઉતાવળ છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ લાકડીઓ લઈ આવી હાથ-પગમાં લાકડીઓ મારી તેમજ લાકડી નાકના ભાગે મારી ઈજાઓ પહોચાડી હતી અને મારી નાખવાની ધમકી આપતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ભોઈવાડામાં રહેતા દિલિપભાઇ પ્રવિણભાઇ ભોઈની દુકાનમાં આરોપીઓ રવિભાઈ ઉર્ફે જાડીયો કરણભાઇ લાકોડ,રાજેશ ઉર્ફે ભુરો પ્રવિણભાઇ ભોઈ આવ્યા હતા અને તું અમને જલ્દી સામાન આપી દે અમારે ઉતાવળ છે. તેમ કહેતા દિલિપભાઇ એ પહેલા ધરાક આવેલ છે તેમને સામાન આપું પછી તમને સામાન આપું છું. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી બન્ને ચાલ્યાગયા હતા. થોડીવાર બાદ હાથમાં લાકડી લઈ આવ્યા હતા. દિલિપભાઇ ભોઈને બાદ હાથ અને પગના લાકડીઓ અને ગડદાપાટુનો મારમાર્યો હતો. જ્યારે આરોપી રાજેશ ઉર્ફે ભુરાએ લાકડી દિલિપભાઇના મારવા જતા નાકથી ઉપરના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે રીટાબેન દિલિપભાઇ ભોઈએ કાંકણપુર પોલીસ મથકે આરોપીઓ વિ‚દ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.