પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતુ. જયારે બજારોમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓની ભારે ધરાકી જોવા મળી હતી. સ્વાદ રસીયાઓ સવારથી ગરમા ગરમ જલેબી, ફાફડા અને ચટાકેદાર ઉંધિયુ ખરીદવા ઉમટી પડ્યા હતા.

ગોધરામાં ઉત્તરાયણના પર્વએ વહેલી સવારથી મંદિરોમાં ભાવિ ભકતો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સાથે લોકો

ઉત્તરાયણના પર્વએ પુણ્યનુ ભાથું બદલવા માટે ગાયોને ધુધરી અને લીલુ ધાસ ખવડાવતા જોવા મળ્યા હતા. સાથે ભિક્ષુકોને ખાવાની ચીજવસ્તુઓ, જુના કપડા, અને રોકડમાં દાન કરતા જોવા મળ્યા હતા. ઉત્તરાયણના પર્વએ લોકો ધાબા ઉપર પતંગ ચગાવી તેમજ ફાફડા-જલેબી અને ઉંધિયાની મજા માણતા જોવા મળ્યા હતા. ગોધરાનુ આકાશ રંગબેરંગી પતંગો સાથે કાપ્યો છે…એ લપેટ…જેવી બુમોથી ગુંજી ઉઠયુ હતુ. જિલ્લા સહિત ગોધરા શહેરમાં લોકોએ લાખો ‚પિયાના જલેબી-ફાફડા અને ઉંધિયાની જયાફત માણી હતી. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી પડતા પગંત રસીયાઓ થોડા નિરાશ જોવા મળ્યા હતા. ઉત્તરાયણ પર્વએ સામાન્ય નાની-મોટી ધટના સિવાય ઉત્તરાયણ પર્વ શાંતિપુર્ણ રીતે ઉજવાયો હતો.