કાલોલ તાલુકાના રીંછીયા આટા ગામે ૭ વર્ષિય બાળકીને પતંગ ઉતારતા સમયે કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી

કાલોલ તાલુકાના રીંછીયા આટા ગામે ૭ વર્ષિય બાળક ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાનો પ્રયાસ કરતી હતી તે વખતે જીવતા વીજ વાયરના સં૫ર્કમાં આવી જતાં બાળકી ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવી હતી.

હાલોલ તાલુકાના રીંછીયા આટા ગામે મંદિર ફળિયામાં રહેતી બાળકી પોતાના ધર આગળ પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતી વખતે બાળકીની પતંગ નજીકના ઝાડ ઉપર ફસાઈ ગઈ હતી. જેથી બાળકી ઝાડ ઉપર ફસાયેલી પતંગ કાઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતાં હાઈટેન્શન જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતાં બાળકીને કરંટ લાગતા બાળકી હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાળકીને કરંટ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.