
ગોધરા ગદુકપુર ચોકડી પાસે રોડ ઉપરથી બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા પશુએ બાઈક ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલક યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
ગોધરાના ગદુકપુર ચોકડી પાસે રોડ ઉપરથી બાઈક ચાલક યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે રોડ ઉપર રખડતા પશુએ બાઈક ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલક પશુ સાથે અથડાઈને રોડ ઉપર પટકાતા બાઈક ચાલક કિરણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે બેભાન થઈ ગયો હતો. ધટના બાબતે આસપાસના સ્થાનિકો દોડી આવી એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.