કાલોલ તાલુકાના ખડકી ટોલનાકાથી વેજલપુર તરફ જતા રોડ ઉપર બોેલેરો ચાલક પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી ૪૨ વર્ષિય વ્યક્તિને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
કાલોલ તાલુકાના ખડકી ટોલનાકાથી વેજલપુર તરફ જતાં રોડ પર બોલેરો ગાડીના ચાલકે પોતાનુ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી જગદીશભાઈ ચોૈહાણ(રહે.બેઢીયા પથ્થરવાણી મુવાડી)ના મામા વિનોદભાઈ રાનાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫ )ને ટકરર મારી રોડ પર પાડી દીધા હતા. વિનોદભાઈ રાઠોડને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.