ગોધરા તાલુકાના બખ્ખર ગામે ઓરવાડાથી વાઘજીપુર તરફ જતાં રોડ ઉપર આવેલ કોતરમાં બાઈક ચાલક બાઈક સાથે ખાબકયો હતો. અને કોતરના પાણીમાં ડુબી જતાં મોત નીપજયું હતુ. આ બાબતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
કાલોલ તાલુકાના બખ્ખર ગામે ડેડકીયા ફળિયામાં રહેતા દિલીપભાઈ છત્રસિંહ બારીયા(ઉ.વ.૨૪)પોતાની બાઈ( નં.જીજે-૧૭-બીપી-૧૮૦૭ લઈને પસાર થતો હોય છાવડનાળા પાસે ઓરવાડાથી વાઘજીપુર તરફ જતા રોડ ઉપર આવેલ કોતરમાં બાઈક સાથે ખાબકયો હતો. જેથી કોતરના પાણીમાં ડુબી જતાં દિલીપભાઈ બારીયાનુ મોત નીપજયું હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.