
પંચમહાલ જીલ્લામાં પાક નુકશાન સહાયથી 18000 ખેડુતો વંચિત રહેતા ભારતીય કિસાન સંધ આંદોલનની જાહેરાત કરી છે. 12 જાન્યુઆરી 2026ના રોજ પંચમહાલ કિસાન સંધ મોટી સંખ્યામાં ખેડુતોની સાથે ગાધીનગાર સેકટર-17 ખાતે વિધાનસભા સામે શકિત પ્રદર્શન કરશે.
પંચમહાલ જીલ્લા કિસાન સંધ મુખ્યમંત્રીએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઓકટોબર 2025માં થયેલ કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં અન્યાય થયા છે. પંચમહાલ જીલ્લામાં અંદાજે 60,000 અસરગ્રસ્ત ખેડુતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં પંચમહાલ જીલ્લા ખેતીવાડી અધિકારીની મનસ્વી કામગીરીને કારણે માત્ર 42000 અરજીઓને માન્ય રખાઈ હતી. જેના પરિણામે 1800 જેટલા સાચા ખેડુતો તેમના હકકની સહાયથી વંચિત રહી ગયા છે. આ મુદ્દે ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પંચમહાલ જીલ્લા કિસાન સંધની અન્ય 23 જેટલી પડતર માંગણીઓ પણ છે. જેમાં ખાનગી કૃષિ કોલેજોને મંજુરી આપતા પરિપત્ર રદ કરવા, વારસદારોને સ્ટેમ્પ ડયુટી માંથી મુકિત આપવી, ટોલટેકસમાં 20 કિ.મી. સુધી સ્થાનિકોને રાહત આપવી અને વીજ ટાવર માટે જમીનનું યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓ સમાવેશ થાય છે. આ તમામ મુદ્દે સરકાર સામે મોરચો માંડવામાં આવશે. પંચમહાલ કિસાન સંધના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ અને મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઉલજીની આગેવાનીમાં જીલ્લા માંથી હજારો ખેડુતો 12 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા સામે શકિત પ્રદર્શન કરશે.