ગરબાડા તાલુકાના નવાફળીયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાઈ

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નવાફળીયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં „ IMPACT INDIA“u PSMRIટીમ તથા KHPTના સહયોગથી નવાફજળીયા ગામના સરપંચ મધુબેન પ્રતાપભાઈ બામણીયા દ્વારા કુલ 3 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગેMPHWબારિયા નયનભાઈ, FHW માવી પાયલબેન, મીનાક્ષીબેન, આશાબેન તેમજ પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના રાજુ પરમાર, નિતેશ ડોરીયા અને જ્યોત્સનાબેન નળવાયા હાજર રહ્યા હતા. કાર્યક્રમનો હેતુ ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમની સારવારને વધુ અસરકારક બનાવવાનો તથા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાનો હતો.