ગોધરા શહેરના વચલા ઓઢા મુસ્લીમ સોસાયટીમાં રહેતા આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ માટે માંસનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 18 કિલો માંસનો જથ્થો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂા.3,880/-ના મુદ્દામલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોધરા શહેરના વચલા ઓઢા મુસ્લીમ સોસાયટીમાં રહેતા આરોપીઓ કાસીમ સુલેમાન મદારી, રજીયા સુલેમાન મદારીએ પોતાના રહેણાંક મકાનમાં માંસનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 18 કિલો માંસનો જથ્થો કિંમત 3,600/-રૂપીયા, કુહાડી, છરી સહિતની ચીજવસ્તુઓ મળી કુલ રૂા.3,880/-ના મુદ્દામાલ સાથે કાસીમ સુલેમાન મદારીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પકડાયેલ માંસનો જથ્થો ગૌમાંસ છે કે કેમ તેની તપાસ કરવા માટે કબ્જે લેવામાં આવ્યો છે. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.