નાની બાંડીબારમાં ચાલુ રસોઈએ સિલિન્ડરના રેગ્યુલેટર પાસે લીકેજ થતાં મકાન બળીને ખાખ

નાની બાંડીબાર ગામેં બપોરે જમવાનું બનાવતી વેળા સિલિન્ડર ના રેગ્યુલેટર પાસે લીકેજ થતા મકાન તેમજ સમાન બળીને ખાખ.

લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે ભોજન બનાવતી વખતે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરના રિયુલેટર પાસે ગેસ લેકેજ થતા ભીષણ આગ ફાટી નીકળી. જેમાં એક પરિવારનું મકાન સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયું.

નાની બાંડીબાર ગામે સડક ફળિયામાં રહેતા રમણભાઈ પ્રતાપ ભાઈ ઘરમાં બપોરે જમવાનું બનાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગનો ભડકો થયો હતો. આગના શરૂઆતના ભડકાને જોતાં જ રમણ ભાઈ તેમજ તેમનો પરિવાર બુમા બૂમ કરી અને આગે ગણતરીની મિનિટોમાં ઘરને લપેટમાં લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાડોશીઓ મહેન્દ્ર ભાઈ પટેલ સહિત પાડોશના બીજા લોકો દોડી આવીને આગ બુઝાવાનો પ્રયત્ન કર્યો પણ આગ એટલી વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી હતી કે કાબૂમાં ન આવતા મકાન કપડા રકમ તેમજ રોકડા રૂપિયા સહિત 8.00000/- નું સામાન આગમાં બળીને ખાખ થઈ ગયું

આગના ઊંચા ધુવાડા ને જોઈ આસપાસના ગ્રામજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં ભેગા થયેલા ગામના લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા ન મળી સદભાગ્યે, પરિવારજનો સમયસર બહાર નીકળી ગયા હોવાથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.