ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઈસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ : ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન

ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી આવ્યા.

આરોપીઓએ ત્રણ યુવાનોને બાનમાં લઈ ચાંદીના કડા નંગ 2, મોબાઈલ, રોકડ મળી 1,00,300 ની લૂંટ ચલાવી હતી.

ગત 21 નવેમ્બર 2025ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઈસ ચેન્જર એપ થી છોકરીના અવાજ માં રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં વાસિવફુઈ વેળા પાસે મળવા બોલાવી લૂંટી લેનાર વાંસિયાકુઈ ગામના બે તથા ચાર ટાઢીગોળીના લૂંટારૂંઓએ માર મારી એક લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેની દસ દિવસ બાદ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગણતરીના સમયમાં સુખસર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની ધરપકડના ચકો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ 21 નવેમ્બર 2025ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના મંદિર ફળિયામાં રહેતા ધનશ્યામભાઈ દિનેશભાઈ ગરાસીયાના ઓને તેમના મોબાઈલ ઉપર કોઈક છોકરીના અવાજમાં કોલ કરવામાં આવ્યો હતો. અને તેઓને વાંસીયાકુઇ વેળા પાસે મળવા માટે બોલાવ્યા હતા. જેથી ધનશ્યામભાઈએ તેમના બે મિત્રો ડેવિલભાઈ પારગી તથા સતિષભાઈ પારગીનાઓને મોટરસાયકલ ઉપર સાથે લઈ વાંસિયાકુઈ વેળા પાસે ગાડાં ચિલા કાચા રસ્તા ઉપર મળવા માટે ગયા હતા. જ્યાં શિકારની શોધમાં બેઠેલાછ જેટલા ઈસોએ ધનશ્યામ તથા તેના મિત્રોને પકડી બાનમાં લઈ કમર પડા વડે માર મારી ધનશ્યામભાઈના હાથે પહેરેલ ચાંદીના બે કડાં, મોબાઈલ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ,એ.ટી.એમ તથા રોકડ રૂપિયા 300 મળી કુલ રૂપિયા 1,00, 300 ની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ આ લૂંટ કરનાર ઈસમો લાંબા સમયથી વોઈસ ચેન્જર એપનો ઉપયોગ કરી અનેક લોકોને લૂંટનો શિકાર બનાવતા આવ્યા હોવાની ધનશ્યામભાઈ ને જાણ થતા તેની 22 નવેમ્બર 2025 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ત્રણ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અને તેઓ પાસેથી ચોરી લૂંટના અન્ય પાંચ જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રિમાન્ડ દરમિયાન હજી અનેક ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતા જણાઈ રહી છે. સુખસર પોલીસે સંજય પુનાભાઈ ડામોર રહે.વાસીયાકુઈ, રાજેશ બાબુભાઈ ડામોર રહે.વાસીયાકુઈ તથા નરેશ હરસિંગભાઈ મછા-રહે.ટાડી ગોળી નાઓની ધરપકડ કરી લોક અપના સળિયા પાછળા ધકેલી દીધા છે. નામદાર કોર્ટ દ્વારા જેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આ લૂંટના બનાવમાં સંડોવાયેલા ફરાર આરોપીઓમાં પ્રકાશ હડીયાભાઈ ગરાસીયા રહે. ટાઢીગોળી, રાજેશ કલાભાઈ કલારા રહે. ટાડી ગોળી તથા સંજયા કમલેશભાઈ મછાર રહે.ટાડી ગોળી તમામ આરોપીઓ તા.સુખસર જી.દાહોદના હોવાનું જાણવા મળે છે. આ આરોપીઓ લાંબા સમયથી નકલી હનીટ્રેપમાં યુવાનોને ફસાવી લૂંટ કરી રહ્યા હોવાની ચચા સાંભળવા મળે છે. તેમજ લૂંટનો સામાન ક્યા-ક્યા વેચાણ કર્યો છે. તેની પણ તટસ્થ અને નિષ્પક્ષ તપાસા હાથ ધરવામાં આવે તો અનેકા ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે.