ઝાલોદ ખાતે આપ પાર્ટીના ચૈતર વસાવા પહોંચતા રાજકીય ઉત્સાહનો માહોલ

દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવા આજે દાહોદ લોકસભા વિસ્તારના ઝાલોદ શહેરમાં આવી પહોંચ્યા હતા. તેમના સમર્થકોના વિશાળ કાફલા સાથેના આગમનથી સમગ્ર ઝાલોદ શહેર ’સંવિધાન જિંદાબાદ’ અને મેં બાબા અમર રહો’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઝાલોદ પહોંચીને ધારાસભ્ય વસાવાએ સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા અને ત્યારબાદ તેમના નિશ્ચિત કાર્યક્રમ તરફ પ્રયાણ કર્યું હતું. આજના કાર્યક્રમોના પગલે ઝાલોદ અને આસપાસના વિસ્તારોમાં ’આપ’ માટે રાજકીય ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

આજરોજ સંવિધાન દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 5 દાહોદ લોકસભા વિસ્તારના કેટલાક સામાજીક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને રાજકીય રસ ધરાવતા અનેક લોકોએ ધારાસભ્ય છેતરભાઈ વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ મેળવ્યો હતો. આ જોડાણ પ્રવાહને કારણે વિસ્તારમાં આપ સંગઠન વધુ મજબૂત બન્યું છે. આ ઉપરાંત અંતરભાઈ વસાવાએ ઝાલોદ તાલુકાના રાજપુર ગામે બિરસામુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું. ધારાસભ્યએ રીબીન કાપીને આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યોહતો. આ પ્રસંગે પોતાના સંબોધનમાં ચૈતરભાઈએ સંવિધાન દિનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આદિવાસીઓના હક અને અધિકારની વાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, તમામ વર્ણના લોકો સાથે દરેક ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. તેમણે યુવાનોને રમતગમત (સ્પોર્ટ્સ), સારી રાજનીતિ અને સરકારી નોકરીઓ માટે સક્રિયપણે આગળ આવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ઝાલોદ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝાલોદ માંથી ઉમેદવારી કરી ચૂકેલા અને પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા, સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, જીલ્લાના પ્રમુખ રાકેશભાઈ બારિયા, જીલ્લાના મહામંત્રી અલકેશભાઈ કિશોરી, મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર, ઝાલોદ વિધાનસભાના ઉપપ્રમુખ સંદીપભાઈ બારિયા, નિલેશભાઈ ભાભોર, મુકેશભાઈ ખડિયા, વાગેલા તાલુકા સીટના પ્રભારી ઈનેશભાઈ ડામોર, ક્શિનલ પ્રમુખ કલસિંગભાઈ ભાભોર, મુંડાહેડા પ્રભારી બહાદુરભાઈ ભાભોર અને ધાવડીયા સીટના પ્રમારી કલ્પેશભાઈ ભાભોરનો સમાવેશ થય છે. આ અગ્રણીઓની હાજરીમાં અલગ-અલગ ગામોના ભાજપ કોંગ્રેસ ના 100 થી વધુ ભાજ્ય કોંગ્રેસના કાર્યકરો અને સામાજીક આગેવાનોએ આપ પાર્ટીનો ખેસ ધારણ કરીને પક્ષને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ચેતર વસાવાના આ પ્રવાસ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને આમ આદમી પાર્ટીએ આદિવાસી પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં પોતાની રાજકીય પકડ વધુ મજબૂત કરવાના સંકેત આપ્યા છે.