મોરવા હડફ-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા

મોરવા હડફથી સંતરામપુર તરફ જતા માર્ગ પર અગરવાડા ગામ પાસે ઈકો ગાડી અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં ત્રણ યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

મોરવા હડફ થી સંતરામપુર તરફના માર્ગ ઉપર અગરવાડા ગામ પાસે પસાર થતા રસ્તા ઉપર માર્ગ અકસ્માતની ઘટના બનવા પામી હતી. એક એક્ટિવા પર સવાર થઈને ત્રણ યુવાનો જઈ રહ્યા હતા. તે દરમિયાન ઈકો ગાડી વચ્ચે અચાનક થયેલી ટક્કરને કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા પર સવાર ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવાનોમાં કલ્પેશ, ઉમેશ અને નિર્મલ નામના યુવાનોનો સમાવેશ થાય છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે આસપાસના લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનેલી ઘટનાની જાણ પોલીસ ને થતા ઘટનાસ્થળે પહોંચીને જ‚રી કાર્યવાહી હાથધરી હતી.પોલીસે મૃતક ત્રણેય યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એકસાથે ત્રણ યુવાનોના અકાળે અવસાન થતાં મૃતકના ગામ અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, જ્યાં તેમના ક‚ણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. પોલીસે આ બનેલી ઘટનાને લઈને ફરિયાદ નોંધીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.