દાહોદ જીલ્લામાં આગામી તા.29 અને 30 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પનું આયોજન.
જીલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે થશે ખાસ કેમ્પનું આયોજન.
દાહોદ જીલ્લામાં તારીખ 28 ઓક્ટોબરથી તા. 1 જાન્યુઆરી 2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (જઈંછ) કાર્યક્રમ-2026 ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર દ્વારા તા.04/11/2025થી તા.04/12/2025 સુધીમાં એન્યુમેરેશન (ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ અને ભરેલ ફોર્મ પરત સ્વીકારવાની કામગીરી ચાલી રહેલ છે.
આ કામગીરીના ભાગરૂપે તા. 29 નવેમ્બર,2025ના રોજ બપોરે 12:00 થી સાંજના 5:00 કલાક સુધી અને તા. 30 નવેમ્બર,2025ના રોજ સવારે 10:00 થી સાંજના 5:00 કલાક સુધી જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
જેમાં મતદારોના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે, તેમજ બાકી રહેલા મતદારોનું ગણતરી ફોર્મ સ્વીકારવામાં પણ આવશે, તથા મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં શોધવામાં મદદ કરવામાં આવશે. જો મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.