છોટાઉદેપુર અને જેતપુરપાવી વિધાનસભાના 100% કામગીરી કરનાર બીએલઓનું જીલ્લા વિકાસ અધિકારી અને મદદનીશ કલેક્ટર દ્વારા સન્માન

છોટાઉદેપુર જીલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 137-છોટાઉદેપુર અને 138-જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારના બી.એલ.ઓ દ્વારા 100% કામગીરી પૂર્ણ કરનાર કુલ 25 બી.એલ.ઓ ઓને જીલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગરના હસ્તે શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.