દે.બારીયા મામલતદાર કચેરીમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ (SIR)નું 30 નવેમ્બર 2025ના રોજ ખાસ કેમ્પનું આયોજન

દાહોદ જીલ્લામાં આગામી તા.29 અને 30 નવેમ્બર 2025ના રોજ જીલ્લાની દરેકે દરેક મામલતદાર કચેરી ખાતે ખાસ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે તો તમામ જીલ્લા અને તાલુકાના મતદાર ભાઈ-બહનોને આ કેમ્પનો લાભ લેવા જીલ્લા ચુંટણી અધિકારી જણાવી રહ્યા છે.

આધારભૂત મળતા સૂત્રો અનુસાર દાહોદ જીલ્લામાં તા.28 ઓકટોબર થી 1 જાન્યુઆરી 2026ની લાયેકાત તારીખના સંદર્ભમાં કલર ફોટાવાળી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસ.આઈ.આર) કાર્યક્રમ 2026 ભારતના ચૂંટણી આયોગના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર બી.એલ.ઓ.ના દ્વારા તા.04/11/2025 થી તા.04/12/2025 સુધીમાં એન્યુમેરેશન (ગણતરી) અને ભરેલ ફોર્મ પરત સ્વીકારવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તે અંગેની માહિતી ઉર્દુ શાળાના બી.એલ.ઓ.ના દ્વારા આપવામાં આવી છે.

આ કામગીરીના ભાગરૂપે તા.29 નવેમ્બર 2025ના રોજ બપોરે 12.00 થી સાંજના 5.00 કલાક સુધી અને તા.30 નવેમ્બર 2025ના રોજ સવારે 10.00 થી સાંજના 5.00 કલાક સુધી જીલ્લાની તમામ મામલતદાર કચેરીના ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામ મતદારોના ગણતરીના ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે. તેમજ બાકી રહી ગયેલા મતદારનું ગણતરી ફોર્મ સ્વીકારવામાં પણ આવશે. તમામ મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં શોધવામાં મદદ કરવામાં આવશે. તો જે પણ એસ.આઈ.આર. ફોર્મ ભરવાની મુંઝવણ માંથી બહાર ના આવી શકયા હોય તેઓ મામલતદાર કચેરીઓ ખાતેના 30 નવેમ્બર 2025ના રોજ કેમ્5માં હાજર રહીને લાભ લઈ માર્ગદર્શન મેળવી શકે છે. વધુમાં લાભાર્થીઓને જણાવવાનું કે, જે પ્રાથમિક શિક્ષક મહાસંધના દ્વારા કેન્દ્રીય ચુંટણી આયોગને આ કામગીરીના સમયમાં વધારાની માંગ જે કરી હતી તે વધારવામાં આવી નથી શું ? આ કામગીરી ટુંકા સમયમાં થઈ શકશે ખરી તે મોટો સવાલ ઉદ્ભવ્યો છે.