મોરવા(હ) તાલુકાના ચોપડા બુઝર્ગ રોડ ઉપર બાઈક નંબર જીજે.17.બીસી.2380ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો અને 78 વર્ષીય વયોવૃધ્ધ મહિલાને ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના ચોપડા બુઝર્ગ ગામે રોડ ઉ5રથી પસાર થતી પેશન બાઈક નંબર જીજે.17.બીસી.2380નો ચાલક પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો. રોડ સાઈડમાં ચાલતા જતા શારદાબેન વીરાભાઇ પટેલીયા ઉ.વ.78ને ટકકર મારી હતી અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.