આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતી લીમખેડા પોલીસ.
લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હઠીધરા માં બનેલ મારામારી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનજ્ઞ શબ્દો ઉચ્ચારવાના બનાવ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો.
હાથીધરા ખાતે રહેતા રાવત રોહિતભાઈ દિનેશભાઈ તથા તેમના પરિવારજનો પર જૂની અદાવત અને સામાન્ય બોલાચાલીના કારણે આરોપીઓ દ્વારા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો ધારિયા, લાકડી, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓ દ્વારા ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
આ બનાવ સંદર્ભે ગંભીરતા દાખવીને લીમખેડા પોલીસે નીચે મુજબની કલમો બી એન એસ ૧૮૯(૨) ૧૯૧(૨) ૧૯૧(૩) ૧૯૦,૧૧૫(૧) ૨ ૯૬(બી) ૩૫૧(૩) અનુસૂચિત જાતિ એક્ટ ૩(૧)(િ),૩(૧)(ત) ૩(૨)(દ) હેઠળ ગુનો નોંધી ઘાતક હથિયારો વડે ઇજા પહોંચાડવી, ગેરકાયદેસર મંડળી રચવી, અને જાનથી મારી નાખવાની ધમકી આપવી અંગેની કલમો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો.
ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧) બળવંત ગલિયા વાદી (૨)વિપુલ બારીયા (૩)પ્રભાકર જેસિંગ (ભોલો ડાંગી (૪)જેસીંગ પસીંગ ડાંગી (૫) રમણ બચુ ડાંગી (૬) મેહુલ દિનેશ ડાંગી (૭) સંજય સોમા ડાંગી (૮) ભાવેશ રમણ ડાંગી (૯)દશરથ બચુ ડાંગી (૧૦) શૈલેષ બચુ ડાંગી (૧૧) સુભાષ દિલીપ ડાંગી (૧૨) ચિરાગ રમણ ડાંગીની અટકાયત કરવા માટે જુદી જુદી ટીમો બનાવીને રેડ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.