લખનૌના સાદતગંજમાં પાર્કિંગને લઈને ટ્રિપલ મર્ડર; અંધાધૂંધ ફાયરિંગમાં ૩ લોકોના મોત

બે જૂથો વચ્ચેના ઝઘડા બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અંધાધૂંધ ફાયિંરગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ટ્રિપલ મર્ડર સાદતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌબસ્તા વિસ્તારમાં થયો હતો. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. જાહેરમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. ઘાયલ વ્યક્તિને તેના પરિવાર દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સવારે ૧૦:૩૦ વાગ્યે, સાદતગંજ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નૌબસ્તાના બ્રહ્માણી ટોલામાં એક વડના ઝાડ પાસે ખાલી જમીન પર કાર પાર્ક કરવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન, લખનૌના સાદતગંજ પોલીસ સ્ટેશનના નૌબસ્તાના બ્રહ્માણી ટોલાના રહેવાસી દિનેશ શુક્લાના પુત્ર ઋષભ શુક્લાએ ગેરકાયદેસર પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો, જેમાં શિવાજી તિવારી, શિવેન્દ્ર તિવારી અને સુયશ તિવારી ઘાયલ થયા હતા.

માહિતી મળતાં, સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસ વાહન દ્વારા સારવાર માટે કેજીએમયુ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાજી તિવારી (આશરે ૬૨ વર્ષ), શિવેન્દ્ર તિવારી (આશરે ૫૫ વર્ષ) અને સુયશ તિવારી (આશરે ૩૦ વર્ષ) નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ ટીમે ઝડપથી કાર્યવાહી કરી, વિસ્તારને ઘેરી લીધો અને ગોળીબારના આરોપી ઋષભ શુક્લા (આશરે ૩૦ વર્ષ) ને ઘટનાસ્થળેથી ધરપકડ કરી. ઘટનામાં વપરાયેલી પિસ્તોલ અને ચાર વપરાયેલા કારતૂસ મળી આવ્યા છે.

પીડિતા તરફથી ફરિયાદૃ મળી છે અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં અન્ય જ‚રી કાનૂની અને ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.

આ ઘટના બાદ રાજધાની લખનૌના સાદતગંજ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. બે જૂથો વચ્ચે દિવસે ગોળીબારની આપ-લેથી બધા ડરી ગયા છે. ગોળીબારના અવાજથી લોકો તેમના ઘરો અને દૃુકાનોમાંથી બહાર નીકળી ગયા છે.