
રાહુલ ગાંધીને નિદોષ જાહેર કરવામાં આવ્યાના સમાચાર આવતા જ પાર્ટીના કાર્યકરો ખુશીથી ઉભરી આવ્યા અને નાચવા અને ગાવા લાગ્યા.
આઠ વર્ષ પછી, ઉત્તર પ્રદેશના સુલતાનપુરની વિશેષ MP-MLA કોર્ટે સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરીને કેસમાંથી મુક્ત કર્યા છે. આ કેસ ૨૦૧૮માં રાહુલ ગાંધી દ્વારા તત્કાલીન ભાજપ પ્રમુખ અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સાથે સંબંધિત હતો, જેના પગલે સ્થાનિક ભાજપ નેતાએ કેસ દાખલ કર્યો હતો.
ચુકાદા દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા. કોર્ટરૂમમાંથી રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યાના સમાચાર બહાર આવતા જ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર X એકાઉન્ટ પર “સત્યમેવ જયતે” પોસ્ટ કર્યું હતું.
ફરિયાદીના વકીલ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ૧૩ ઓક્ટોબરે વિશેષ MP-MLA કોર્ટના ન્યાયાધીશ શુભમ વર્માએ આ કેસમાં ચુકાદો આપવા માટે ૨૬ ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. રાહુલ ગાંધી સવારે ૧૧:૧૯ વાગ્યે કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા અને ચુકાદા બાદ બહાર આવ્યા હતા.
ભાજપ નેતા અને ભૂતપૂર્વ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ વિજય મિશ્રાએ ૪ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે ગાંધીએ બેંગલુરુમાં એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, ૮ મે, ૨૦૧૮ ના રોજ બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં, રાહુલ ગાંધીએ ૨૦૦૫ ના સોહરાબુદ્દીન શેખ હત્યા કેસ અંગે કહૃાું હતું કે, “ભારતના લોકો ભૂલી ગયા છે કે ભાજપ પ્રમુખ પર હત્યાનો આરોપ છે. આ સાચું છે. જે પક્ષના પ્રમુખ પર હત્યાનો આરોપ છે તે પ્રામાણિકતા અને શુદ્ધતાની વાત કરે છે.” શાહને ૨૦૧૪ માં આ કેસમાં નિર્દૃોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૧૬ માં, સુપ્રીમ કોર્ટે પણ ભાજપ પ્રમુખ સામેના આરોપોની ફરીથી તપાસની માંગને ફગાવી દૃીધી હતી.
રાહુલની ટિપ્પણી બાદૃ, કોર્ટે ગાંધીને ૨૭ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ ટ્રાયલનો સામનો કરવા માટે સમન્સ પાઠવ્યું. ત્યારબાદ તેઓ કોર્ટમાં હાજર થયા, જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા. મિશ્રાએ બાદમાં રાહુલ ગાંધીના અવાજના નમૂના સાથે મેચ કરવા માટે અરજી દાખલ કરી, જેને નીચલી અદાલતે ફગાવી દૃીધી. સેશન્સ કોર્ટે આ વિરુદ્ધ દાખલ કરેલી રિવિઝન અરજી પણ ફગાવી દૃીધી. અલ્હાબાદ હાઈકોર્ટે બંને અદાલતોના આદૃેશોને પડકારતી અરજી પણ ફગાવી દૃીધી. રાહુલ ગાંધી ૨૬ ઓક્ટોબરના રોજ આ કેસમાં ચોથી વખત કોર્ટમાં હાજર થયા.
આ દરમિયાન, રવિવારે બિહારના પટનામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદૃીના પિતા અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર ભાજપે પ્રતિક્રિયા આપવાનું શ કરી દૃીધું છે. ભાજપે ખડગેના નિવેદૃનને “ગુંડાગીરીભર્યું ભાષા” ગણાવ્યું છે.