કેન્દ્ર સરકારે શહેરી વિકાસ અને માળખાગત સુવિધાને વેગ આપવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. તાજેતરની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા અને દૃૂરગામી નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં આંધ્રપ્રદૃેશમાં અમરાવતીના વિકાસથી લઈને ગુજરાતના અમદાવાદમાં મેટ્રો રેલના વિસ્તરણની યોજનાઓનો સમાવેશ થાય છે. આ સાથે, દૃેશના રાજકીય ઇતિહાસમાં એક નવો સીમાચિહ્ન ઉમેરાયો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે મંત્રીમંડળના નિર્ણયોની માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા કાર્યકાળનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજની મંત્રીમંડળની બેઠકમાં આ ઐતિહાસિક સિદ્ધિને યાદૃ કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે આંધ્રપ્રદૃેશના અમરાવતીના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રીમંડળે અમરાવતીમાં બે મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમાં શામેલ છે: કેન્દ્ર સરકાર જનરલ પૂલ ઓફિસ એકોમોડેશન, જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન આ મંજૂરીઓ અમરાવતીમાં સરકારી કચેરીઓ અને રહેણાંક માળખાના વિકાસને વેગ આપશે.
શહેરી પરિવહનને સરળ બનાવવા અને આધુનિક બનાવવા માટે, મંત્રીમંડળે અમદૃાવાદૃ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા ૨છ ને પણ મંજૂરી આપી. આ નવું વિસ્તરણ ૬.૦૩૨ કિલોમીટરનો નવો મેટ્રો કોરિડોર બનાવશે. આ કોરિડોર સાથે કુલ પાંચ નવા મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે, જે શહેરના વિવિધ ભાગો વચ્ચે જોડાણમાં સુધારો કરશે.
આ નવા મેટ્રો કોરિડોરના કાર્યરત થવાથી, ગુજરાતના બે મુખ્ય શહેરો (અમદૃાવાદૃ અને ગાંધીનગર) વચ્ચે જોડાણ પહેલા કરતા વધુ મજબૂત બનશે. ફેઝ ૨છ પૂર્ણ થયા પછી અને કાર્યરત થયા પછી, અમદૃાવાદૃ-ગાંધીનગર ટ પર ૭૭.૬૩ કિલોમીટરનું કાર્યાત્મક અને વ્યાપક મેટ્રો રેલ નેટવર્ક જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહૃાું કે દૃેશના અર્થતંત્રને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે, પીએમ મોદૃીએ “સાત સંકલ્પો” રજૂ કર્યા છે, જે ડિજિટલ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકે છે. કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપતા અને રમતગમત અને ફિટનેસમાં કાર્યક્રમો માટે આહવાન કરતા આ સાત સંકલ્પો ભારતીય કોર્પોરેટ અને એમએસએમઇ ક્ષેત્રો માટે કુશળ, નવીન અને સ્વસ્થ કાર્યબળ બનાવવા તરફ એક મુખ્ય પગલું છે.