કવાટમાં અષાઢી બીજ પર બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર કવાટ નગરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. સ્થાનિક બાબા રામદેવ પીર મંદિરથી ભવ્ય શોભાયાત્રા શ‚ કરવામાં આવી. બાબા રામદેવ પીરની મૂર્તિને ફૂલોથી શણગારેલી ઝાંખીમાં બિરાજમાન કરાઈને શોભાયાત્રા નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી.

શોભાયાત્રા દરમિયાન “બાબા રામદેવ પીર કી જય ના જયઘોષથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યુવાનો અને વડીલો શોભાયાત્રામાં જોડાયા. ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો. આયોજકોએ જણાવ્યું કે, સાંજના સમયે મંદિર પરિસરમાં સર્વ જાહેર ભંડારાનું પણ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેશે.