
સંખેડા તાલુકાના કંટેશ્ર્વર પાસે આવેલો ઢાઢર નદીનો કોઝવે ગતરાત્રે પડેલા ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આજે પણ વિસ્તારમાં વરસાદ ચાલુ રહ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા કંટેશ્ર્વર અને કાડી તલાવડી ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો છે.
આ કારણે લોકોને અવર-જવરમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.વર્ષોથી પુલ બનાવવાની માંગ કરી રહેલા ગ્રામજનો આજે પણ વિકાસથી વંચિત છે.