જગદીશ વિશ્વકર્માનો લિટમસ ટેસ્ટ : ચૂંટણીની સેમિફાઈનલમાં આવશે નવા નિયમો, જૂના કપાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના એક્શન પ્લાન અંગે મોટી ખબર બહાર આવી છે. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપવા અંગે નિયમો બનાવી લીધા છે. જે મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા એક પરિવાર એક હોદ્દોના નિયમ અપનાવશે. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ત્રણેય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ખુદૃ આ મામલે રસ દાખવી રહૃાાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ૩ દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદૃીશ વિશ્ર્વકર્મા માટે આ ચૂંટણીઓ અતિ અગત્યની છે. પ્રદૃેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી સૌથી મોટી ચૂંટણીઓ છે. સીઆર પાટીલે પ્રદૃેશ અધ્યક્ષ તરીકે પોતાનો દમ દૃેખાડ્યો છે. હવે વારો જગદૃીશ વિશ્ર્વકર્માનો છે. ગુજરાતમાં મોટાપાયે ભાજપ આ માટે આયોજન કરી રહૃાું છે. જગદીશ વિશ્ર્વ કર્માએ સંગઠનમાં ફેરફાર કરી જૂના જોગીઓને પણ તક આપી છે હવે આ ચૂંટણીઓ વિશ્ર્વકર્માનું કદ સાબિત કરશે.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કવાયત તેજ બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપ દ્વારા બિન સત્તાવાર શરૂ કરાઈ છે. પસંદૃગી પ્રક્રિયામાં જવાબદારોને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન મોકલાશે અને એ આધારે જ ઉમેદવારની પસંદગી કરાશે. હવે આ નવા નિયમો લાગુ થવાથી ભાજપમાં જૂના જૂથવાદને ખતમ કરવામાં અને નવી પેઢીના નેતાઓને તૈયાર કરવામાં મોટી મદદ મળશે. એવું બની શકે કે ત્રણ ટર્મના નવા નિયમોથી ૮ મનપામાંથી ૨૫થી ૪૦ ટકા વર્તમાન કોર્પોરેટરોના નામ કપાઈ જાય તો નવાઈ નહીં..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ નવા નિયમો લાગુ થવાથી વર્ષોથી સત્તા પર ટકી રહેલા જૂના જોગીઓ માટે રસ્તો બંધ થશે. પરિણામે, ભાજપ સંગઠન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા અને યુવા ચહેરાઓને તક મળશે. આનાથી એન્ટી-ઈક્ધમ્બન્સી (સત્તા વિરોધી લહેર) ઘટાડવામાં મદદ મળી શકે છે.

કોંગ્રેસને હંમેશાં ટકોરતી ભાજપ આ નિયમને અતિ મહત્વનો માને છે. ’એક પરિવાર એક હોદ્દો’ નિયમથી એવા નેતાઓને ફટકો પડશે જેમના પરિવારના અનેક સભ્યો કોર્પોરેશન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સક્રિય છે. એમને હવે ફરીથી ટિકિટ મળવી એ મુશ્કેલ બની જશે. આ સિવાય પક્ષમાં માત્ર ’નેતા પુત્ર’ હોવાને બદલે મેરિટ અને કાર્યકરની મહેનતને વધુ મહત્વ મળશે. જેથી વર્ષોથી મહેનત કરતા કાર્યકરોને તક મળવાની સંભાવના વધી જશે, હાલમાં કાર્યકરો ચૂંટણી સમયે દોડાદોડી કરે છે પણ પક્ષના નેતા બનવાની તક વર્ષોથી પદ પર ચિટકીને બેઠેલાને જ મળે છે. જેથી ભાજપ ૩ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ઘરનો રસ્તો દૃેખાડી દૃેશે.

જગદૃીશ વિશ્ર્વકર્માએ ભાજપની શૈલી પ્રમાણે નિર્ણય તો લીધો છે પણ આ લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. વર્ષોથી ચૂંટાતા અને મજબૂત પકડ ધરાવતા નેતાઓની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક વિખવાદ કે બળવો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જો આવા નેતાઓ અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાં જોડાય, તો તે જે-તે બેઠક પર ભાજપના સમીકરણો બગાડી શકે છે. ભાજપ માટે આ કપરા ચઢાણ પણ સાબિત થઈ શકે છે. ભાજપ આ પહેલાં સરકારોને ઉથલાવી ચૂકી છે. સંગઠનમાં સ્પષ્ટ આદૃેશ છે કે વર્ષોથી કામ કરતા દરેક કાર્યકરને તક મળવી જોઈએ અને જૂના નેતાઓએ પોતાની સીટ ખાલી કરવી પડશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મનપા, જિલ્લા પંચાયત) માં અંદાજે ૩૦% થી ૪૦% બેઠકો એવી છે જ્યાં પ્રતિનિધિઓ ૩ કે તેથી વધુ ટર્મથી ચૂંટાય છે. અહીં જૂના જોગીઓને દબદબો છે. અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક કોર્પોરેટરો એવા છે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં છે. આ નવા નિયમથી આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલા મજબૂત કોર્પોરેટરોની ટિકિટ કપાવાની શક્યતા છે.

આ સાથે એ પણ છે કે , ત્રણ ટર્મથી ચૂંટાતા અનુભવી પ્રતિનિધિઓ વહીવટી પ્રક્રિયામાં માહેર હોય છે. તેમની બાદૃબાકી થવાથી અમુક અંશે અનુભવની ખોટ વર્તાઈ શકે છે, પરંતુ પક્ષ તેને ’નવી ઉર્જા’ તરીકે પ્રોજેક્ટ કરીને મતદૃારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે ભાજપમાંથી નારાજ થયેલા કદૃાવર નેતાઓને પોતાની તરફ ખેંચવાની વિપક્ષ પાસે એક તક રહેશે. આમ આગામી ચૂંટણીઓમાં ભારે ખેંચતાણ જોવા મળે તો નવાઈ નહીં.