
ગુજરાતમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પીટીસી એટલે કે ડી ઇઆઇ ઇડીઅભ્યાસક્રમમાં પ્રવેશ અને કેટલીક સંસ્થાઓની માન્યતાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.આ સમગ્ર મામલો શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની પ્રવેશ પ્રક્રિયા સાથે જાડાયેલો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અગાઉ માન્યતા ગુમાવી ચૂકેલી લગભગ ૭૦ જેટલી પીટીસી સંસ્થાઓને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા. એટલું જ નહીં,
આ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા પણ લેવામાં આવી અને તેમને માર્કશીટ પણ આપવામાં આવી હોવાના આક્ષેપ છે.વર્ષ ૨૦૨૪માં રાજ્ય સરકારે આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારી શિક્ષક બનવા ઇચ્છતા યુવાનોમાં પીટીસી અભ્યાસક્રમપ્રત્યે ફરી રસ વધ્યો હતો. પરંતુ આ દરમિયાન કેટલીક સંસ્થાઓને લઈને ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. આ સંસ્થાઓ પાસે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે જરૂરી માન્યતા હતી કે નહીં, તે મુદ્દે હવે તપાસની જરૂરિયાત ઊભી થઈ છે.
શિક્ષક તાલીમ સંસ્થાઓની માન્યતા સાથે જાડાયેલી પ્રક્રિયા એનસીટીઇ એટલે કે નેશનલ કાઉÂન્સલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા કરવામાં આવે છે. સંસ્થાઓ માટે જરૂરી અહેવાલ અને દસ્તાવેજા રજૂ કરવાની પ્રક્રિયા પણ રાખવામાં આવી હતી. કેટલીક સંસ્થાઓએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન કરતાં તેમની માન્યતા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય સામે કેટલીક સંસ્થાઓએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.કોર્ટના વચગાળાના આદેશ બાદ કેટલીક અરજદાર સંસ્થાઓને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા. જાકે, આ પ્રક્રિયામાં અગાઉથી માન્યતા ગુમાવી ચૂકેલી અન્ય સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓ ફાળવાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ મામલામાં એનસીટીઇના ડિજિટલ પોર્ટલ પરની માહિતી અંગે પણ સવાલો ઊભા થયા છે. કેટલીક સંસ્થાઓની માન્યતા રદ કરવાનો આદેશ પોર્ટલ પરથી દૂર કરીને જૂનો મંજૂરી આદેશ દર્શાવવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જા તપાસમાં આ આક્ષેપો સાચા સાબિત થાય છે, તો સમગ્ર પ્રક્રિયામાં કયા અધિકારીઓ અને સંસ્થાઓની જવાબદારી હતી તે નક્કી કરવું મહત્વપૂર્ણ બનશે.હવે સૌથી મોટી ચિંતા વિદ્યાર્થીઓને લઈને છે. જા કોઈ વિદ્યાર્થીએ નિયમિત પ્રક્રિયા હેઠળ પ્રવેશ લીધો હોય, ફી ભરી હોય, એક વર્ષનો અભ્યાસ કર્યો હોય અને પરીક્ષા પણ આપી હોય, પરંતુ ભવિષ્યમાં તેની સંસ્થા અથવા ડિગ્રી અમાન્ય જાહેર થાય, તો તેની જવાબદારી કોની રહેશે? ખાસ કરીને આગામી સમયમાં જ્યારે શિક્ષક ભરતી માટે દસ્તાવેજાની ચકાસણી થશે, ત્યારે જા આવા વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર અંગે કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેમની મહેનત અને ભવિષ્ય બંને પર અસર પડી શકે છે.
આ સમગ્ર મામલે હવે સરકાર અને સંબંધિત શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ સંસ્થાઓને વિદ્યાર્થીઓ કયા આધારે ફાળવવામાં આવ્યા હતા અને તેમની માન્યતાની Âસ્થતિ શું હતી. સાથે જ, જા કોઈ અધિકારી કે સંસ્થા દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેની જવાબદારી નક્કી થવી જાઈએ. કારણ કે આ સમગ્ર મામલામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો સંસ્થાઓ નહીં, પરંતુ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરીને પ્રવેશ લીધો હોય તો કોઈ વહીવટી ગેરરીતિની અસર તેમના શિક્ષણ અને આવનારી નોકરીની તકો પર ન પડે તે સુનિશ્ચિત કરવું સરકારની સૌથી મોટી જવાબદારી બને છે.