ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીરાની તબિયત અત્યંત ગંભીર બની હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ રહેલી સગીરાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાને પગલે પેથાપુર પોલીસે પોસ્કો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
પ્રાથમિક વિગતો મુજબ, કલોલ તાલુકાની ૧૭ વર્ષની સગીરા ૬ ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે માસીના ઘરે જવાની હતી. જાકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સગીરા પેથાપુર વિસ્તારમાં ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ ફરિયાદ અને અત્યાર સુધી સામે આવેલી વિગતો મુજબ, પેથાપુરના ૨૨ વર્ષીય દિશાંત ઉર્ફે દીપ શર્મા સગીરાને બાઈક પર બેસાડી ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. ત્યાં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ સગીરાની સ્થિતિ ગંભીર બની હતી અને તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી.દુષ્કર્મ બાદ સગીરાની તબિયત લથડી હતી અને તેને હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. પરિવાર અને પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ગંભીર સ્થિતિમાં સગીરા છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતી. જાકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સગીરા બેભાન થયા બાદ દિશાંત દ્વારા તેના પિતા ભરતભાઈને ઘટનાની જાણ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ત્યારબાદ પિતા-પુત્રે સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.ઘટના બાદ મુખ્ય આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્મા ફરાર હોવાનું સામે આવ્યું છે. તેને ઝડપી પાડવા પેથાપુર પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીના સંભવિત ઠેકાણાઓ પર શોધખોળ કરવામાં આવી રહી છે.પોલીસે ઘટનાક્રમની કડીઓ જાડવા માટે પેથાપુર સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.
સગીરા ક્્યાંથી આરોપી સાથે ગઈ હતી, ગેસ્ટહાઉસ સુધી કેવી રીતે પહોંચી અને ત્યારબાદ શું બન્યું હતું તે અંગે પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામૂહિક દુષ્કર્મની શક્્યતા ન હોવાનું સામે આવ્યું છે, જાકે સમગ્ર હકીકત તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.સગીરા ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોવાથી પોલીસે પોસ્કો એક્ટ તથા દુષ્કર્મ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સગીરાના મોતને પગલે પોલીસે કેસને ગંભીરતાથી લીધો છે અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હવે પોલીસ તપાસમાં સામે આવતા પુરાવા અને તબીબી રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.