રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારા,શંકાસ્પદ કેસોની સંખ્યા ૨૧૭ પર પહોંચી, ૩૯ પોઝિટિવ, ૨૩ દદીઓનાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ યથાવત છે. રાજ્યમાં ૩૦ જૂનથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૧૭૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ પૈકી ૩૩ કેસમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે, જ્યારે ૨૧ પોઝિટિવ દર્દીઓના મોત થયા છે.ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. આ વાયરસના કારણે મગજમાં સોજા (એન્સેફેલાઇટિસ) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આરોગ્ય તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નોંધાયેલા ૧૭૪ શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં ૧૫૮ સેમ્પલના પરીક્ષણના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ ૧૬ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.બાકી રહેલા રિપોર્ટના પરિણામ બાદ રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૩ દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. જેમાંથી ૨૧ દર્દીઓના મોત થયા છે. આ આંકડાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ ખતરો નાના બાળકોમાં જાવા મળે છે. તાવ, ઝટકા આવવા, અશક્તિ, ઉલટી અને અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈપણ ગંભીર લક્ષણોને અવગણવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે.