ગુજરાતમાં સખત તાવનો પ્રકોપઃ દરરોજ ૧૮૬ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

ગુજરાતમાં સખત તાવને કારણે દરરોજ સરેરાશ ૧૮૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ગુજરાતમાં ૪૫,૨૭૨ દર્દીઓને તાવને કારણે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન ૪૧,૪૬૪ દર્દીઓને દાખલ કરાયા હતા. આ વર્ષે તાવના કેસમાં ગયા વર્ષની સરખામણીએ ૯ ટકા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી નોંધાતા કુલ તાવના દર્દીઓમાંથી ૨૨ ટકા દર્દીઓ માત્ર અમદાવાદમાં અને ૧૪ ટકા દર્દીઓ સુરતમાં નોંધાયા છે.

આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાવવામાં અમદાવાદ ૧૦,૦૭૮ કેસ સાથે મોખરે છે, જાકે ગયા વર્ષે અમદાવાદમાં આ પ્રમાણ ૧૦,૨૮૩ દર્દીઓનું હતું. તાવના વધુ કેસમાં સુરત ૬,૭૫૨ કેસ સાથે બીજા સ્થાને છે. જા આંકડાકીય વિગત જાઈએ તો, વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વિવિધ જિલ્લાઓની સ્થિતિ નીચે મુજબ રહી છેઃ

તાવને કારણે કયા જિલ્લામાંથી વધુ લોકોને હોસ્પિટલ દાખલ કરાયા?

તૈયારી કરી લેજા! આવી રહ્યો છે નવરાત્રિ ટાણે ધમાકેદાર વરસાદ, ઓક્ટોબરમાં વાવાઝોડાની શક્્યતા, જાણો અંબાલાલ કાકાની આગાહી

અમદાવાદઃ ૨૦૨૫માં ૧૦,૨૮૩ અને ૨૦૨૬માં ૧૦,૦૭૮ કેસ નોંધાયા છે.

સુરતઃ ૨૦૨૫માં ૬,૨૨૮ અને ૨૦૨૬માં ૬,૭૫૨ કેસ નોંધાયા છે.

કચ્છઃ ૨૦૨૫માં ૧,૦૭૪ અને ૨૦૨૬૬માં ૨,૩૬૮ કેસ નોંધાયા છે.

વલસાડઃ ૨૦૨૫માં ૨,૧૬૧ અને ૨૦૨૬માં ૨,૦૩૬ કેસ નોંધાયા છે.

રાજકોટઃ ૨૦૨૫માં ૧,૫૩૨ અને ૨૦૨૬માં ૧,૬૯૮ કેસ નોંધાયા છે.

જૂનાગઢઃ ૨૦૨૫માં ૧,૩૬૪ અને ૨૦૨૬માં ૧,૪૭૭ કેસ નોંધાયા છે.

છોટા ઉદેપુરઃ ૨૦૨૫માં ૧,૩૩૬ અને ૨૦૨૬માં ૧,૨૬૦ કેસ નોંધાયા છે.

નવસારીઃ ૨૦૨૫માં ૧,૩૫૯ અને ૨૦૨૬માં ૧,૨૦૨ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલઃ ૨૦૨૫માં ૪૧,૪૬૪ અને ૨૦૨૬માં ૪૫,૨૭૨ કુલ કેસ નોંધાયા છે.