ગોધરાના વ્હોરા કોટેજ આમલી ફળીયામાં મકાનની બારીની ગ્રીલ તોડી ધર માંથી સોનાના દાગીના સહિત રૂ.૪.૨૮ લાખ ચોરી કરી જતાં ફરિયાદ

ગોધરા શહેર વ્હોરા કોટેજ આમલી ફળીયા વ્હોરવાડમાં ફરિયાદીનામકાનની બારીની ગ્રીલ તોડી ધરમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કર્યો હતો અને સોનાના દાગીના-ગેસના-૩ બોટલ, ઈન્વેટર અને એકસાઈડ બેટરી, વાસણો મળી કુલ રૂ.૪,૨૮,૧૦૦/-ની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા શહેર વ્હોરવાડ વિસ્તાર વ્હોરા કોટેજ આમલી ફળીયામાં રહેતા રસીદાબેન સફદર હુસેન ગાજીપુરવાલાના મકાનને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યું હતું. મકાનની બારીની ગ્રીલ તોડી ચોર ઈસમ ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધર માંથી ઈન્વેટર અને એકસાઈડ બેટરી કિંમત રૂ.૧૫,૦૦૦/-, પાણીની મોટર રૂ.૨૦૦૦/-, ગેસના બોટલો રૂ.૪૫૦૦/- પાણીના નળ નંગ-૬ રૂ.૧૫૦૦/-, ગેસ સ્ટવના બર્નલ રૂ.૧૦૦/- , સ્ટીલ અને તાંબાના-પિત્તળના વાસણો રૂ.૫,૦૦૦/-, કબાટ માંથી સોનાના દાગીનાસોનાની બંગડી નંગ-૨- ૩૦ ગ્રામ, સોનાની વીંટી નંગ-૨ વજન ૧૫ ગ્રામ, સોનાનું બ્રેસ્લેટ નંગ-૧- ૬ ગ્રામ, સોનાની ચેઈન ૧૦ ગ્રામ મળી દાગીના કિંમત ૪,૦૦,૦૦૦/- તથા અન્ય સામાન મળી કુલ રૂ.૪,૨૮,૧૦૦/-ની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.