કાલોલના વેજલપુર-સુરેલી રોડ પર ટ્રક ચાલકે બાઈકને અડફેટમાં લઈ ૬ વર્ષીય ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત

કાલોલ તાલુકાના વેજલપુર થી સુરેલી જતા રોડ પર ભારત સીલીકા કં૫ની નજીક ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતોઅ ને બાઈક નં. જીજે.૦૬.બીએસ.૩૫૪૭ને ટકકર મારી તરખંડાના ૬૮ વર્ષીય વયોવૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતનિપજાવતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

કાલોલ તાલુકાના વેજલપુર થી સુરેલી જતાર ોડ પર ભારત સીલીકા કંપની સામેથી પસાર થતી ટ્રક નંબર જીજે.૦૬. ડબલ્યુ.૦૫૦૭નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને મોટર સાયકલ નં.જીજે.૦૬.બીએસ.૩૫૪૭ના ચાલક કનકસિંહ સોમસિંહ ચાવડા ઉ.વ.૬૮ (રહે. તરખંડા, ઉગમણું ફળીયું, હાલોલ)ને ટકકર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કનકસિંહ ચાવડાને માથાના ભાગે પગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું અને ટ્રક ચાલક નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.