ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ (MSP) મુજબ પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PPS) હેઠળ સોયાબીન, મગ, અડદ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દાહોદ જીલ્લાના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સંબંધિત વિગતો નીચે મુજબ છે :
૧. પાક વાઈઝ ટેકાના ભાવ (પ્રતિ ક્વિન્ટલ):
સોયાબીન: રૂ.૪,૮૯૨ / ક્વિન્ટલ
મગ: રૂ.૮,૬૮૨ / ક્વિન્ટલ
અડદ: રૂ.૭,૪૦૦ / ક્વિન્ટલ
મગફળી: રૂ.૭,૫૧૭ / ક્વિન્ટલ
૨. ઓનલાઈન નોંધણી સંબંધિત વિગતો:
નોંધણીનો સમયગાળો: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ (કુલ ૩૦ દિવસ)
નોંધણી સ્થળ: ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે VLE / VCE મારફતે
ઓનલાઈન પોર્ટલ : PM-AASHA Procurement Portal
૩. ખેડૂતો માટે ખાસ અગત્યની સૂચનાઓ:
ટેકાના ભાવે ખેત પેદાશોના વેચાણ માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવાયેલા સર્વે નંબરના વિસ્તારને જ નોંધણી માટે ધ્યાને લેવામાં આવશે, તેથી ખેડૂતોએ પોતાના નામે નોંધાયેલા તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવો.
ઓનલાઈન નોંધણી પ્રક્રિયા eKyc (L1 POS મશીન દ્વારા થમ્બ પ્રિન્ટ/બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન) મારફતે કરવામાં આવશે.
દાહોદ જીલ્લાના તમામ ખેડૂત ભાઈ-બહેનોને સમયસર નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપના ગામના VLE/VCE, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક સાધવો તેમ જીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત, દાહોદ દ્વારા જણાવાયું છે.